ભારત પેટ્રોલિયમ દ્વારા ભરૂચ ખાતે ભારત ગેસના નવા 10 કિલોના ‘લાઈટ જીપ’ સિલિન્ડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું
ભારત પેટ્રોલિયમ દ્વારા ભરૂચ ખાતે ભારત ગેસના નવા 10 કિલોના ‘લાઈટ જીપ’ સિલિન્ડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરત પ્લાન્ટના ઇન્ચાર્જ સુર્જિત બોહરા, રોટરી ક્લબના પરાગ શેઠ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત ગેસના નવા 10 કિલોના સિલિન્ડરની વિશેષતાઓ, ઉપયોગિતા તેમજ ગ્રાહકોને મળનારી સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.નવા ‘લાઈટ જીપ’ સિલિન્ડરના લોન્ચિંગથી ઘરેલુ તેમજ નાના વ્યવસાયિક ગ્રાહકોને વધુ સુવિધા અને સરળતાથી ગેસ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
