-
બિહાર વિદ્યાસભાની ચૂંટણીની તૈયારી
-
અંકલેશ્વરમાં ભાજપની બેઠક યોજાઇ
-
બિહારના MP ધર્મશીલા ગુપ્તા રહ્યા ઉપસ્થિત
-
બિહારીઓને NDA તરફી મતદાન કરવા અપીલ કરાય
-
NDAની પ્રચંડ જીતનો દાવો કરાયો
અંકલેશ્વર: ગુજરાતમાં વસતા બિહારી સમાજને NDA તરફ વાળવા પ્રયાસ, ભાજપે મુલાકાતોનો દૌર શરૂ કર્યો !
બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી ભરૂચ | સમાચાર
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે બિહાર રાજ્ય સભાના મહિલા સાંસદ ધર્મશીલા ગુપ્તાએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
આગામી સમયમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર સ્થાપના દિવસની ઉજવણી બાદ હવે બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી હતી.
અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર બિહારી સમાજના સભ્યો સાથે તેઓએ મુલાકાત કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી મતદાન કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે અન્ય ભાષાભાસી સેલ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અશોક ઝા,પપ્પુ સિંગ, અને અનિલ શુકલા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બિહાર રાજ્યસભાના સાંસદ ધર્મશીલા ગુપ્તાએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આર.જે.ડી.નું ખાતું પણ નહીં ખુલે એવો હુંકાર કર્યો હતો અને એન.ડી.એ.ની પ્રચંડ જીતનો દાવો કર્યો હતો.
