-
અંકલેશ્વરમાં રાજકીય ગિતિવિધિ
-
ભાજપ દ્વારા આયોજન કરાયું
-
ચૂંટણી કાર્યાલયોના કરાયા ઉદ્ઘાટન
-
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
-
આગેવાનો-કાર્યકરો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન સાથે પ્રચારનો પ્રારંભ, મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા વોર્ડ નંબર ચાર પાંચ અને સાતના ચૂંટણી કાર્યાલયનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું : ભરૂચ | સમાચાર
અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા વોર્ડ નંબર ચાર પાંચ અને સાતના ચૂંટણી કાર્યાલયનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ખાતે નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આ પરિસ્થિતિમાં વોર્ડ નં. 4, 5 અને 7 માટેના ભાજપના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યાલયોના ઉદ્ઘાટન રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, નિરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી ઇશ્વરસિંહ પટેલે આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે અને જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમણે કાર્યકરોને એકજૂટ રહીને પક્ષને જીતાડવા માટે પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી હતી.આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે અનુભવાયો હતો.
