-
અંકલેશ્વરમાં ચૂંટણીનો માહોલ
-
ભાજપ દ્વારા પ્રચાર તેજ બનાવાયો
-
કોસમડી ગામે ઉદ્ઘાટન
-
ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
-
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર: કોસમડી ગામે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન, મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના કોસમડી ગામે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ભાજપના ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ | સમાચાર
અંકલેશ્વરના કોસમડી ગામે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ભાજપના ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જાય છે. અંકલેશ્વરના વિવિધ ગામોમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે.આ દરમિયાન ભાજપ દ્વારા કોસમડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભાજપના મહામંત્રી પરેશ પટેલ તેમજ સ્થાનિક ઉમેદવાર અજિત વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકરોને સંબોધતા ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે એકજૂટ થઈને કામ કરવાની અપીલ કરવામાં આવી. ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચીને પક્ષની નીતિઓ અને યોજનાઓ પહોંચાડવા પર ભાર મૂકાયો.ચૂંટણી નજીક આવતાં તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ગતિમાન બન્યો છે, જેના કારણે વિસ્તારમાં રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે.
