અંકલેશ્વરની સાઈ સુમન રેસિડેન્સીમાં પરિણીતાએ લગ્નજીવનના આઠ મહિનામાં જ દિયર અને સાસરિયાના ત્રાસથી બે દિવસ પહેલા ગળેફાંસો ખાઈ કરેલા આપઘાતમાં પોલીસે દિયર અને સાસુ-સસરા વિરુધ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બિહારના અંધરા ખાતે રહેતા મણીકાન્ત મણી મહાકાંત મંડલની એકની એક બહેન મૂંદ્રિકાકુમારીના લગ્ન સમાજના રીતિ રિવાજ મુજબ ગત તારિખ-10-2-22ના રોજ બિહારના શંકરપૂરના કિશુન ઉમાકાંત મંડલ સાથે થયા હતા પરણીતાના પતિ સુરત ખાતે એસ.બી.આઈ બેંકમાં મેનેજર છે જેઓની સજોદ ખાતે બદલી થતાં પતિ-પત્ની અંકલેશ્વરની સાંઇ રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા.
લગ્નના ત્રણ મહિના બાદ દિયર કનૈયા ઉર્ફે ભોળા ઉમાકાંત મંડલ,સસરા ઉમાકાંત સરપુર મંડલ અને સાસુ સુનિતાદેવી ઉમાકાંત મંડલ દ્વારા માનશિક રીતે હેરાન પરેશાન કરતાં હતા જે બાદ દિયર દ્વારા પરણીતાના અશ્લીલ ફોટો પાડી તેણીને બ્લેકમેલ કરી સંબંધ રાખવા દબાણ કરતો હતો જ્યારે સાસુ-સસરા દ્વારા દહેજની માંગણી કરી પરણીતાને અમાપનીત કરતાં હૉય યુવતીએ ગત તારિખ-4થી સપ્ટેમ્બરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પરણીતાના ભાઈએ દિયર અને સાસુ-સસરા વિરુધ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે પોલીસે ફરિયાદ નોંધાઈ ત્રણેય ઈસમોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
