/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/27181002/maxresdefault-390.jpg)
અંકલેશ્વરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બે મહત્વના નિર્ણયો લેવાયાં છે. જેમાં શહેરી વિસ્તારોમાં સેનીટાઇઝેશન કરવાનો તેમજ નોટીફાઇડ એરિયામાં બાગ અને બગીચાઓ બંધ રાખવાનું નકકી કરાયું છે.
અંકલેશ્વરમાં વધતા જતા કોરોના કેસને લઈને આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્લમ વિસ્તારોમાં સેનેટાઈઝીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં વોર્ડ વાઇસ પણ સેનીટાઈઝ કરવામાં આવશે અને કોરોના સંક્રમણ અટકે એ બાબતે અંકલેશ્વરના તમામ બાગ બગીચાઓ બંધ કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરી છે. અંકલેશ્વરના નોટીફાઇડ એરિયામાં આવેલાં જોગર્સ પાર્ક, સુર્વણ જયંતિ ઉદ્યાન, કમલમ ગાર્ડન, જીઆઇડીસી તળાવ, ચિલ્ડ્રન્સ પાર્ક, વેજીટેબલ માર્કેટ સહિતના વિસ્તારોને બંધ કરવામાં આવ્યાં છે.