અંકલેશ્વર: એક સમયે પતંગની દોરી માંજતો યુવાન આજે છે નગરસેવક, વાંચો સંઘર્ષ યાત્રા

New Update
અંકલેશ્વર: એક સમયે પતંગની દોરી માંજતો યુવાન આજે છે નગરસેવક, વાંચો સંઘર્ષ યાત્રા

રાજયમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થઈ છે અને નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપ પ્રમુખની વરણી સંપન્ન થઈ છે. અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકામાં ટાયર પંચર બનાવતો યુવાન પરેશ ખીમસુરિયા નગરપાલિકાના પ્રમુખપદે આરૂઢ થયો હતા ત્યારે અંકલેશ્વરમાં પણ એક નગર સેવક ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માંથી ભાજપમાંથી ટિકિટ મેળવી 31 વર્ષીય સુનિલ વસાવા નગર સેવક તરીકે ચૂંટાય આવ્યા છે.

Advertisment

publive-image

સુનિલ વસાવા છેલ્લા ઘણા વર્ષોથી પતંગની દોરી માંજવાનું કામ કરતા હતા અને તેઓનો પરિવાર ભાજપ સાથે સંકળાયેલો હતો. ભાજપે તેઓને ટિકિટ આપી અને તેઓ વિજેતા બન્યા છે. સુનિલ વસાવાએ ઇ.એન.જીનવાલા સ્કૂલમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા લક્ષ્મણ વસાવાનું 5 વર્ષ પૂર્વે અકસ્માતમાં નિધન થયું હતું ત્યાર બાદ સુનિલ અને તેમના ભાઈ પરિવારની જવાબદારી નિભાવી રહ્યા છે.

publive-image

પતંગની દોરી માંજી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન આજે તેમના વિસ્તારના લોકોના પ્રશ્નો હલ કરવામાં વ્યસ્ત બન્યા છે. સુનિલ વસાવા હવે લોકોના કામ કરવા માંગે છે અને તેમના વોર્ડના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગે છે.