અંકલેશ્વર : રામવાટીકા સોસાયટીમાં કોરોનાનો દર્દી મળ્યો, કલેકટરે લીધી સ્થળની મુલાકાત

New Update
અંકલેશ્વર : રામવાટીકા સોસાયટીમાં કોરોનાનો દર્દી મળ્યો, કલેકટરે લીધી સ્થળની મુલાકાત

અંકલેશ્વરના રામવાટીકા વિસ્તારમાંથી કોરોના વાયરસનો દર્દી મળી આવ્યાં બાદ આ વિસ્તાર કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. રવિવારના રોજ કલેકટરે આ વિસ્તારની મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. 

અંકલેશ્વર શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જે વિસ્તારમાંથી કોરોના વાયરસના દર્દી મળે છે તે વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. અંકલેશ્વરની રામવાટીકા સોસાયટીમાંથી કોરોનાનો દર્દી મળી આવતાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રહેતાં લોકોને ફરજિયાત હોમ કવોરન્ટાઇન કરી દેવાયાં છે. કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તકેદારીના તમામ પગલાં ભરાયાં છે. ભરૂચ જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડીયાએ રવિવારે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે મુખ્ય અધિકારી સહિત તમામ સંલગ્નોને જરૂરી સુચનાઓ આપી હતી. 

Latest Stories