ક્રાઇમ બ્રાન્ચે માંડવા ગામના આહિર ફળિયામાંથી વિદેશી દારૂ અને વાહન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો 

ભરૂચ એલસીબી નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાથમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામના આહીર ફળિયામાં વિદેશી દારૂનો ધંધો કરતા દિનેશ વસાવાના ઘર પાસે સુરત પાર્સિંગની ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતરેલ છે.અને હાલ બુટલેગર દિનેશ વસાવા પોતાની મોપેડ ઉપર જથ્થો સગેવગે કરી રહેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 552 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 70 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને બુટલેગર દિનેશ મંગાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.