/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/30182418/Pets-holi-2-1.jpg)
ધુળેટી પર્વે કલર લગાવવા જતા હત્યાનો ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામેથી સામે આવી છે. ગામના યુવાને મહિલાના શ્વાનને કલર લગાવતા મહિલાએ જીતાલી પિયરથી ભાઈઓ અને પિયરીયાઓને બોલાવતા 9 શખ્સઓએ યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે મંજુલાબેન ઉર્ફે મંજુ દલસુખ વસાવા રહે . સેંગપુર , ખાડી ફળીયુ અંકલેશ્વરે પોતાના પુત્રની હત્યાના ગુનામાં મહિલા સહિત 9 આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
શ્વાનને ધૂળેટીએ કલર લગાવવા બાબતે ખેલાયેલા ખૂની ખેલની મળતી વિગતો મુજબ, સેંગપુર ગામેં ખાડી ફળિયામાં રહેતા મૃતક યુવાન દીલીપ ઉર્ફે ગોમાન વસાવાએ સંગીતાબેન વસાવાના શ્વાનને ધૂળેટીએ રંગ લગાવ્યો હતો. જે અંગે ઝઘડો થયા બાદ સંગીતાબેને જીતાલી તેમના પિયરથી તેના ભાઇઓ તથા અન્ય મળી કુલ 9 આરોપીઓને સેંગપુર ખાતે બોલાવ્યા હતા.સોમવારે મોડી સાંજે આઠેય આરોપીઓએ એકસંપ થઇ સંગીતાબેનના શ્વાનને કલર લગાવવા બાબતે થયેલ ઝઘડાના કારણે યુવાન સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો જેમાં યુવાનને માથાના ભાગે લાકડું વાગતા તેનું મોત નીપજયું હતું .આ મામલામાં 9 આરોપીઓ સામે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોધાતા પોલીસે તપાસ શરૂ કરી છે