ભરૂચ: અંકલેશ્વરની ESIC હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાય

New Update
ભરૂચ: અંકલેશ્વરની ESIC હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાય

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ તરીકે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.

ભરૂચ જીલ્લામાં ફરીએકવાર કોરોના સંક્રમણ વધ્યું છે અને રોજના સરેરાશ 12થી વધુ કેસ નોધાય રહ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમાં અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. જો કે કોરોનાનું સંક્રમણ ઘટતા જયાબહેન મોદી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. હવે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ESIC હોસ્પિટલને સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલ જિલ્લા ક્લેકટરના આદેશથી જાહેર કરવામાં આવી છે.

આ અંગે ઈએસઆઈસી હોસ્પિટલના એડમીન હેડ ધર્મેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર અહીં આપવામાં આવશે. હોસ્પિટલ ખાતે ૫૦ બેડની સુવિધા રાખવામાં આવી છે અને 11 તબીબોની ટીમ તૈનાત રહેશે.

Latest Stories