-
અંકલેશ્વરમાં ફરીવાર અકસ્માતનો બનાવ
-
પાનોલી નજીક સર્જાયો અકસ્માત
-
2 કાર વચ્ચે અકસ્માત
-
અકસ્માત બાદ કારમાં આગ ફાટી નિકળી
-
સદનસીબે કોઈ જાનહાની નહીં
અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક 2 કાર વચ્ચે અકસ્માત બાદ આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર પાનોલી વચ્ચેથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો ભરૂચ | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર પાનોલી વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વર પાનોલી વચ્ચેથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બન્ને કાર ધડાકાભેર ભટકાતા કારમાં આગ ફાટી નીકળી હતી જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.આ અંગેની જાણ થતાની સાથે જ પાનોલી ફાયર વિભાગના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.અકસ્માત અને આગના આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
