અંકલેશ્વર : જીઆઇડીસી વિસ્તારમાં AIA દ્વારા લોકોને કરાયું માસ્કનું વિતરણ, સોશિયલ ડિસ્ટન્સ રાખવા પણ કરાઇ અપીલ

New Update
અંકલેશ્વર : જીઆઇડીસી વિસ્તારમાં AIA દ્વારા લોકોને કરાયું માસ્કનું વિતરણ, સોશિયલ ડિસ્ટન્સ રાખવા પણ કરાઇ અપીલ

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તેમજ નોટીફાઈડ એરિયા દ્વારા અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં સ્થાનિકોને વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ વધતા જતા કોરોનાના સંક્રમણ સામે લોકોને અવગત કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ મહામારી ફેલાવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. જોકે કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવે તે વધુ જરૂરી બન્યું છે, ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તેમજ નોટીફાઈડ એરિયા દ્વારા અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં સ્થાનિકો અને રાહદારીઓને વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ નગરજનોને કોરોના વાયરસ સામે જાગૃતતા દાખવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

Latest Stories