અંકલેશ્વર: GIDC પોલીસે સારંગપુરની સોનમપાર્ક સોસા.માં જુગાર રમતા 5 જુગારીની કરી ધરપકડ
GIDC પોલીસે સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં અજવાળે જુગાર રમાઈ રહ્યો છે જેવી બાજમી ના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ભરૂચ | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની સોનમ પાર્ક સોસાયટીમાં આવેલ ખુલ્લી જગ્યામાં અજવાળે જુગાર રમાઈ રહ્યો છે જેવી બાજમી ના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસ એ સ્થળ પરથી રોકડા અને ત્રણ મોબાઇલ મળી કુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી જુગારી અખિલેશકુમાર રણજિત પાલ, લલલનસિંગ રામ સ્વરૂપ પાલ, લલિતકુમાર ભગવાનસિંગ પરિહાર તેમજ રાજકુમાર રામસિંગ પાલ તેમજ સુમિતસિંગ મલખાન સિંગ રાઠોડને ઝડપી પાડ્યો હતો.
