• અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • નવા કાંસીયા ગામે આયોજન

  • પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

  • પ્રગતિશીલ ખેડૂતના ખેતરની લીધી મુલાકાત

  • ખેતરમાં શકભાજી વીણયુ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આચાર્ય દેવવ્રતે પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત લઇ ખેતરમાં શાકભાજી પણ વિણયુ હતું
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાની 2 દિવસીય મુલાકાતે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવો અભિયાનમાં જોડતા તેઓ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા.આ બાદ અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામમાં ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું.આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામમાં આયોજિત સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગામના લોકો સાથે સાફ સફાઈ કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા કાંસિયા ગામે શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ બાદ સવારે
યોગાભ્યાસ કર્યા હતા.સાથે જ તેઓએ ગામના પ્રગતિશીલ ખેડૂત  મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી અને જાતે ગાય દોહી  ખેતરમાં શાકભાજી પણ વિણ્યુ હતું
પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા. પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક હોવાનું જણાવીને રાજ્યપાલે ભરૂચના પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણ સાથે ખેડૂતોને સમજ આપી હતી.
સાથે જ ભરૂચ જિલ્લાની કૃષિ સખીઓ અને સી.પી.આર.ને ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ  વિવેકભાઈ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ પોલીસ અધિક્ષક  અક્ષયરાજ મકવાણા,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા