-
અંકલેશ્વરમાં બન્યો બનાવ
-
રાજપીપળા ચોકડી નજીક સર્જાયો અકસ્માત
-
ટ્રકચાલકે બાઇકને મારી ટક્કર
-
બાઈક સવાર જી.આર.ડી.જવાનનું મોત
-
અન્ય એક મહિલાને ઇજા
અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં GRD જવાનનું મોત, ટ્રકચાલકે બાઈકને મારી હતી ટક્કર
અંકલેશ્વર ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા તે દરમિયાન બેફામ રીતે દોડતા ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બાઇક સવાર ગ્રામ રક્ષક દળના જવાનને ટ્રક ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં જી.આર.ડી.જવાનનું મોત નિપજ્યું હતું.
અંકલેશ્વર ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવતા જવાન ગોવિંદ વસાવા આજરોજ તેમની બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા તે દરમિયાન રાજપીપળા ચોકડી નજીક બેફામ રીતે દોડતા ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત નિપજ્યું હતું જ્યારે બાઈક સવાર અન્ય મહિલા હીરાબેન પરમારને ઈજા પહોંચતા તેમને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભરેલુ હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
