-
અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી
-
કાળઝાળ ગરમીમાં યોજાશે મતદાન પ્રક્રિયા
-
આરોગ્ય વિભાગ બન્યું સજ્જ
-
મતદાન મથકો પર મોકલાશે કીટ
-
દવાઓ અને ઓઆરએસ સાથેની કીટ તૈયાર કરાય
અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે તમામ મતદાન મથકો પર પ્રાથમિક આરોગ્ય સારવાર કીટ તૈયાર કરવામાં આવી છે. અસહ્ય ગરમી વચ્ચે મતદાન હોવાથી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
અંકલેશ્વરમાં તાલુકા પંચાયત ,જિલ્લા પંચાયત અને નગરપાલિકા ની સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી તા 26 એપ્રિલના રોજ યોજાનાર છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડેલ એડવાઈઝરી મુજબ અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કીટ અંગેની તૈયારીઓ શરુ કરી છે.અસહ્ય ગરમી વચ્ચે મતદાન પ્રક્રિયાને ધ્યાને લઇ તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુશાંત કઠોરવાલાની દેખરેખ હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રાથમિક સારવાર કીટ તૈયાર કરી રહ્યા છે.આ કીટ તાલુકા ,જિલ્લા પંચાયત અને નગર પાલિકાના તમામ મતદાન મથકો ઉપર આપવામાં આવશે.
આ કીટમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ,તા 25 મી એપ્રિલ ના રોજ ચૂંટણી સામગ્રીના વિતરણની સાથે આ મેડકિલ કીટનું વિતરણ કરવામાં આવશે.સાથે ઉનાળાની આકરી ગરમીના કારણે ઓઆરએસના પાઉચનું પણ વિતરણ કરવામાં આવશે
બાઈટ
