• અંકલેશ્વર તંત્રની કાર્યવાહી

  • ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

  • ગડખોલ પાટીયા બ્રિજ નીચેના દબાણ કરાયા દૂર

  • ટ્રાફિકને હતા અડચણ રૂપ

  • પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર દબાણોને દૂર કરવા  માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે બ્રિજ નીચેના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેના ઓવરબ્રિજ  નીચે લાંબા સમયથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે  દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવા માં આવી હતી.સ્થાનિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલા આ દબાણોને કારણે અવરજવર અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઉભી થતી હોવાનું જણાવાયું હતું. વિભાગ દ્વારા જાહેર માર્ગ અને સરકારી જમીન ખુલ્લી રાખવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી.