અંકલેશ્વર: હરિપુરા ગામે 3 મકાનમાં આગ, ઘરવખરી બળીને ખાક
ભરૂચમાં અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો ગુજરાત, સમાચાર, Featured,
અંકલેશ્વર તાલુકાના હરીપુરા ગામે એક મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય બે મકાનોને પણ આગની ચપેટમાં લીધા હતા. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગર સેવાસદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે મકાનમાં રહેલ સામાન બળીને ખાક થઈ ગયો હતો. શોર્ટસર્કિટના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે
