અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 16માં એઆઈએ – ઇન્ડસ્ટ્રીયલ એક્સપો – 2026નું આયોજન તારીખ 16,17, અને 18 એપ્રિલ-2026 (ત્રણ દિવસ) દરમિયાન યુટિલિટી પ્લોટ નંબર 2, ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ સામેજીઆઇડીસીઅંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું છે.1.20 લાખ સ્કેવર ફૂટ લેન્ડસ્કેપ એરિયામાં યોજનારા આ મેગા પ્રદર્શનમાં નાના-મોટા થઈને 125થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશન સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મુલાકાતીઓ મુલાકાત લઇ શકશે.

આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રેસિડેન્ટ અને સીએચઆરો મનોજકુમાર શર્માસુદર્શન ગુજરાત મેન્યુફેક્ચરિંગ પ્રા.લી. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી.કે.રાણાકોહિઝોન લાઈફ સાયન્સ લી.ના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સી.બી.ભારદ્વાજના વરદ હસ્તે કરવામાં આવશે.આ સમારંભ દરમિયાન એ.આઈ.એ. આનંદપુરા ટ્રોફી વિતરણ કાર્યક્રમ પણ યોજાશે.જેમાં માઇક્રોસ્મોલમીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગીતામાં વિજેતા થયેલ તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે.

AIA - Industrial Expo

આ એક્ઝિબિશનમાં ફાર્માસ્યુટિકલ્સકેમિકલ્સપેટ્રોકેમિકલ્સપોલીમર્સએગ્રીકલ્ચર પેસ્ટિસાઇડ્સઓઇલ એન્ડ લુબ્રિકન્ટ્સએન્જિનિયરિંગ ટુલ્સ એન્ડ મશીનરીપ્રોસેસ કંટ્રોલપોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટઇલેક્ટ્રિકલ્સઇલેક્ટ્રોનિક્સ વિગેરે ઉદ્યોગોએ ભાગ લીધો છે. આ એ.આઈ.એ. ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોની મુલાકાત ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતો જેવી કે ઇચ્છાપોર સુરતજામનગરદહેગામગાંધીનગરકઠવાડામકરપુરારનોલીસચિનસાવલીસારીગમઉમરગામવાલિયાવલસાડવિઠ્ઠલઉદ્યોગ નગરવાઘોડિયાસાણંદછાત્રાલ વાપીવટવાનંદેસરીદહેજઝઘડિયાપાનોલીનરોડાભાવનગરઓઢવસાયખાવિલાયત તેમજ આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશેતેવી અપેક્ષા છે.

આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જુદા જુદા પ્રોજેક્ટોમાં જેઓએ ઉદાર હાથે દાન કર્યું છેતેવા દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેઓને એપ્રિશીએશન સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે.

તદ્ઉપરાંત આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીમાં જેઓએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે વિશિષ્ટ સેવાઓ આપી છેતેમને પણ એપ્રિશીએશન સર્ટિફિકેટથી કરવામાં આવશે.

આ એક્ઝિબિશનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા રાખવામાં આવી છેજેમાં વિજિટર્સે  www.ankleshwarexpo.com પર જઈને ફરજિયાત નોંધણી કરવાની રહેશે અને QR Code સ્કેન કરીને પ્રવેશ આપવામાં આવશે.