-
આજે ગણેશ ચતુર્થીનું પર્વ
-
ગણેશ મહોત્સવનો પ્રારંભ
-
પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના
-
દશ દિવસ બાપ્પા માણશે ભક્તોનું આતિથ્ય
-
વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
અંકલેશ્વર: ગણેશ ચતુર્થી નિમિત્તે પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન, દશ દિવસ બાપ્પા ભક્તોનું આતિથ્ય માણશે
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વિધ્નહર્તાના આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ભરૂચ | સમાચાર
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વિધ્નહર્તાના આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં ગણેશ ભક્તો આજથી પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે.આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શુભ મુર્હતમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે દશ દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે.દશ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદસના રોજ વિધ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે.
