અંકલેશ્વર નગર પાલિકા દ્વારા નગર પાલિકા સંચાલિત સરકારી દવાખાને કોરોના રસીકરણ અને ટેસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે અંકલેશ્વર શહેરમાં પણ કોરોના પોઝીટીવના કેસ વધી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા નાગરિકોને અગવડ નહિ પડે તે માટે નગર પાલિકા સંચાલિત સરકારી દવાખાના ખાતે કોરોના રસીકરણ અને ટેસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા અને કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે સેન્ટરની મુલાકાત કરી હતી આ સેન્ટર ખાતે કોરોના રસીકરણ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા જેમાં આજરોજ નાગરિકોને કોરોનાની રસી મુકવામાં આવી હતી અને કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા સવારે 10 કલાકથી 1 વાગ્યા સુધી જ આ સેન્ટર ચાલુ રહેશે.