• અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • જીઆઈડીસીમાં આયોજન

  • માણભટ્ટ આખ્યાન યોજાયું

  • ભાગવત સપ્તાહ અંતર્ગત આયોજન

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત માણ ભટ્ટ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે  ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર નાગર મંડળ દ્વારા તા. 06 એપ્રિલ 2026 થી 12 એપ્રિલ 2026 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે સુદામા ચરિત્ર અને કુંવરબાઈના મામેરા પર માણ ભટ્ટ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.વ્યાસપીઠ પરથી જામનગરના પ્રસિદ્ધ કથાકાર અનિલભાઈ શાસ્ત્રી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.