• અંકલેશ્વરમાં આવેલી છે હોસ્પિટલ

  • નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલ

  • મંત્રી ઇશ્વરસિંહ પટેલે લીધી મુલાકાત

  • હોસ્પિટલના સેવાકીય કાર્યોને બિરદાવ્યા

  • હોસ્પિટલનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલી નર્મદા લાઈફ લાઇન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અંગે માહિતી મેળવી અને વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું.હોસ્પિટલ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ માટે વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવે છે.
નર્મદા પરિક્રમા અર્થે દૂર દૂરથી આવતા પરિક્રમાવાસીઓને આરોગ્યલક્ષી કોઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે માનવસેવાનો ઉત્તમ ઉદાહરણ છે.આ ઉપરાંત નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલ દ્વારા આસપાસના ગામોમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળી રહી છે.મંત્રી ઇશ્વરસિંહ પટેલે હોસ્પિટલની સેવાભાવી કામગીરીની પ્રશંસા કરી હતી અને સમાજહિતમાં કરવામાં આવતા આ સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા