અંકલેશ્વર : મુસ્લિમ બિરાદરોએ કરી જશ્ને ઇદેમીલાદુન્નબીના પર્વની ઉજવણી, કોરોનાના કારણે ઝુલુસ મોકૂફ રખાયું

New Update
અંકલેશ્વર : મુસ્લિમ બિરાદરોએ કરી જશ્ને ઇદેમીલાદુન્નબીના પર્વની ઉજવણી, કોરોનાના કારણે ઝુલુસ મોકૂફ રખાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તથા તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઇદેમીદુન્નબીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોવિડના દિશાનિર્દેશ અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું અચૂક પાલન કરવામાં આવ્યું હતું. તો સાથે સાથે ઈદેમિલાદના પર્વે કાઢવામાં આવતું ઝુલુસ પણ મુસ્લિમ બિરદારોએ મોકૂફ રાખ્યું હતું.

અંકલેશ્વર શહેરની મસ્જીદોમાં હજરત મોહમ્મદ પયગંબર સાહેબના પવિત્ર બાલ મુબારકની ઝીયારત દરેક મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાવવામાં આવી હતી. જેમાં વહેલી તકે કોરોના વેશ્વિક મહામારીથી માનવજાતને છૂટકારો મળે અને તમામ લોકો સહિત દેશની હિફાઝત તેમજ અમન આબરું સાથે લોકો હળીમળીને રહી ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી.

અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય અને શહેરના મુસ્લિમ અગ્રણી એવા હાજી જહાંગીરખાન પઠાણે જણાવ્યું હતું કે, આજરોજ ઇદેમિલાદના તહેવાર નિમિત્તે તમામ પ્રજાજનોને દિલથી મુબારકબાદી પાઠવું છું. અને ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે ઉજવાતા તહેવાર નિમિત્તે તમામ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.

Latest Stories