Connect Gujarat
Featured

અંકલેશ્વર : ગડખોલ CHC ખાતે નમો કોવીડ હોસ્પિટલનો પ્રારંભ, દર્દીઓને થઇ રાહત

અંકલેશ્વર :  ગડખોલ CHC ખાતે નમો કોવીડ હોસ્પિટલનો પ્રારંભ, દર્દીઓને થઇ રાહત
X

ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓ વધી રહયાં છે ત્યારે દર્દીઓને ઘર આંગણે સારવાર મળી રહે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે નમો કોવીડ હોસ્પિટલનો પ્રારંભ કરી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ખાતે આવેલાં સીએચસી સેન્ટર ખાતે નમો કોવીડ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજયના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહીતના મહેમાનો હાજર રહયાં હતાં. ગડખોલ ખાતે શરૂ કરાયેલી હોસ્પિટલમાં ઓકિસજન સાથે 50 બેડ ઉભા કરવામાં આવ્યાં છે.

આ ઉપરાંત 10 ઇમરજન્સી બેડ બાયપેપની સુવિધા સાથે ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં 16 એમડી અને 40 જનરલ પ્રેકટીસનર તબીબો સેવાઓ આપશે. ભરૂચ જિલ્લામાં કોવીડના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહયો છે અને ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ ફુલ થઇ ગયાં છે. તેવામાં વહીવટીતંત્ર તરફથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સારવાર માટે ભરૂચ સુધી લાંબા ન થવું પડે તે માટે ગ્રામ્ય કક્ષાએ કોવીડ કેર સેન્ટર અને હોસ્પિટલો ઉભી કરવામાં આવી રહી છે.

Next Story