અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ | ગુજરાત | સમાચાર
January 31, 2025 · 1 min read
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માત
આમલાખાડી ઓવરબ્રિજ નજીક અકસ્માત
ટ્રક અને ટેન્કર વચ્ચે થઈ ટક્કર
અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો આ તરફ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આમલાખડી ઓવરબ્રિજ નજીક આજે વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતાં દોડધામ મચી જવા પામી હતી.આ અંગેની જાણ વિભાગને કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.