ભરૂચ જિલ્લા અંકલેશ્વર પોલીસ દ્વારા વાહનચાલકોને અને શાકભાજીવાળા ફેરિયાઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેરથી વધી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે ઘરની બહાર નીકળતા લોકો માસ્ક અવશ્ય પહેરે તે માટે તંત્ર દ્વારા લોકોમાં જાગૃતી લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અંકલેશ્વર વિસ્તારમાં ગુરુવારના રોજ અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ પોલીસ મથકના પોલીસકર્મીઓ દ્વારા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લોકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ફરજિયાત માસ્ક પહેરીને જ નીકળે તથા જાહેર જગ્યાએ નીકળતી વેળા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી અપીલ કરવામાં હતી.