આજે બપોરના સમયે અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. 

અંકલેશ્વરમાં આજે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ શહેર તેમજ જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વરસાદના પગલે માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા.વરસાદને કારણે ગરમીનો પ્રકોપ ઘટતા લોકોને રાહત મળી હતી અને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.