ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળીનું આયોજન

કર્મચારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાય

સાધારણ સભામાં ઐતિહાસિક નિર્ણયો પણ લેવામાં આવ્યા

કર્મચારી સહકારી મંડળીનું ટર્ન ઓવર રૂ. 8.15 કરોડને પાર

સભાસદોને ડિવિડન્ડ અને નવી લોન યોજનાઓની પણ ભેટ

અગ્રણી કર્મચારી સહકારી મંડળી એવી ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ યોજાય હતી. જેમાં સભાસદોને ડિવિડન્ડ અને નવી લોન યોજનાઓની ભેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી-ભરૂચની વાર્ષિક સાધારણ સભા ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાય હતી. આ બેઠકમાં મંડળીના સભાસદોના વ્યાપક હિતમાં અનેક ઐતિહાસિક અને લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

મંડળીના વિકાસ માટે મક્તમપુર GEB સર્કલ ઓફિસના ગેટ નજીક મંડળીની ઓફિસ અને ગ્રાહક ભંડાર માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. સભાસદના અકાળે અવસાનના પ્રસંગે પરિવારને આર્થિક સહાય આપવા માટે મંડળી પોતાની નવી “સ્વનિર્ભર વીમા યોજના” શરૂ કરશે. મંડળીના પારદર્શક વહીવટના કારણે નિવૃત્ત કર્મચારીઓ પણ ફિક્સ ડિપોઝિટ જમા કરાવીને “માનદ સભાસદ” તરીકે જોડાયેલા રહી શકે છે. વહીવટની પારદર્શિતા જોઈને હવે DGVCL અને જેટકોના સુરત સર્કલ સુધીના કર્મચારીઓ પણ મંડળીના સભ્ય બની રહ્યા છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ ભાજપના નવનિયુક્ત જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, અતિથિ વિશેષ તરીકે સરકારી વકીલ કૃણાલ ચાવડા, ભરૂચ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન અર્પણ જોષી, બાગ-બગીચા અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેન હેમાંગી મિસ્ત્રી, સુરત સહકારી મંડળીના પ્રમુખ અને AGVKS યુનિયનના હોદ્દેદાર જીગ્નેશ પટેલ, સી.કે.પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.