/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/06/02163629/maxresdefault-18.jpg)
અંકલેશ્વર નજીક આવેલાં કોંઢ ગામે આવેલી અંબિકા જવેલર્સના શટરના તાળા તોડી તસ્કરો 2 લાખ રૂપિયાની કિમંતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.
અંકલેશ્વર પાસે આવેલાં કોંઢ ગામ ખાતે આવેલ અંબિકા જવેલર્સ નામની દુકાનમાં મળસ્કે સવારે ઇકો કાર લઇ આવેલા તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના સહિતની 2 લાખ ઊપરાંત ની વસ્તુઓની ચોરી કરી નાસી છુટયાં હતાં. તસ્કરોએ શટર તોડીને દુકાનમાંથી ઘરેણાં સહિતની વસ્તુઓ લઇ કારમાં ફરાર થઇ ગયાં હતાં. જોકે તસ્કરોની તમામ કરતુત નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ચોરી કરવા આવેલ તસ્કરો સામે પોલીસે ફૂટેજની મદદ મેળવી મામલા અંગે વાલિયા પોલીસે ગુન્હો નોંધી તપાસ ના ચક્ર ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લામાં શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો વધી રહયાં છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માંગ ઉઠી છે.