અંકલેશ્વરમાં રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં તફડંચીઓ સક્રિય બન્યા છે,એક વૃદ્ધાની સોનાની ચેઈન સેરવી લઈને રિક્ષા ચાલક સહિતની ટોળકી ફરાર થઈ ગઈ હતી.
અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામે રહેતા 73 વર્ષીય શીતલબેન પટેલ ગત 3 મેના રોજ બહેન કોકિલા સાથે ભત્રીજીના લગ્નમાં બોરભાઠા ગયા હતા. ત્યાંથી સાંજે તેઓ હાંસોટ રોડ પર ઘરે પરત જવા માટે રિક્ષાની રાહ જોઈને ઉભા હતા.તે દરમિયાન ચૌટાનાકા તરફથી એક રિક્ષા તેમની પાસે આવી ઉભી રહી હતી.આ રિક્ષામાં ડ્રાઇવરની બાજુમાં એક છોકરો જ્યારે પાછળ બે મહિલાઓ બાળકો લઈ પહેલે થી જ સવાર હતી.
જોકે રિક્ષા ચાલકે રિક્ષાને ગફલત ભરી રીતે ચલાવતા વૃદ્ધાએ તેને ઠપકો પણ આપ્યો હતો,પરંતુ રિક્ષામાં અસમંજસની સ્થિતિ વચ્ચે તફડંચીઓએ હાથનો કસબ અજમાવીને મહિલાની સોનાની ચેઇન સેરવી લીધી હતી.અને હાંસોટ પર આગળ વધતા રિક્ષામાં સવારે મહિલાએ ચાલાકી પૂર્વક પોતે કોઈ પાર્સલ અંકલેશ્વર ભૂલી ગઈ હોવાનું જણાવીને માર્ગમાં જ વૃદ્ધ મહિલા અને તેમની બહેનને અધવચ્ચે જ ઉતરી જવા માટે ફરજ પાડીને રિક્ષા પરત અંકલેશ્વર તરફ દોડાવી મૂકી હતી.અને ટાયર બાદ વૃદ્ધ શીતલબેનને પોતાના ગળામાં પહેરેલી ચેઇનની ચોરી થઇ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.અને તેઓએ રૂપિયા 2 લાખની કિંમતની ચેઇન ચોરી અંગે શહેર A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.
