રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જે.પી.ગ્રુપના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના જેપી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન જે. કે. પાટકરની સ્મૃતિમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં જે.પી.ગ્રુપની કંપનીઓના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું રેડક્રોસ બ્લડબેન્કનો આ રક્તદાન શિબિરમાં સહયોગ સાપડ્યો હતો.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે,જે.પી.ગ્રુપના નાથુભાઈ દોરીક તેમજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા