ભરૂચમાં વરસ્યો હતો ભારે વરસાદ

પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં ભરાયા હતા પાણી

લોકોને પડી હતી ભારે મુશ્કેલી

નગરપાલિકા દ્વારા કામગીરી પૂર્ણ કરાય

પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ

ભરૂચના પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં સોસાયટીઓમાં ભરાયેલું પાણી ઓસર્યું હતું

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ સતત ત્રણ દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર-2 હેઠળ આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની પ્રિ-મોન્સૂન તૈયારીઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા.પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા સ્થાનિકોમાં નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો હતો. જોકે વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને પાલિકાનું તંત્ર સતત સ્થળ પર રહી પાણીના નિકાલ માટે પ્રયાસરત રહ્યું હતું.આખરે વરસાદ બાદ પાંચ દિવસની જહેમત પછી પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં સોસાયટીઓમાં ભરાયેલું પાણી ઓસર્યું હતું, જેના પગલે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.સ્થાનિકોએ માંગ કરી છે કે આગામી ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે તેમજ ડ્રેનેજ નેટવર્કનું સમયસર જાળવણી અને ડીસિલ્ટિંગ કરવામાં આવે, જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે.