અંકલેશ્વરમાં વરસ્યો હતો ભારે વરસાદ

ઠેર ઠેર માર્ગો બન્યા બિસ્માર

રાજપીપળા ચોકડી નજીક ખાડાનું સામ્રાજ્ય

વાહનચાલકો ત્રાહિમામ

માર્ગના સમારકામની માંગ

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી જતા રોડ ઉપર ખાડાઓ પડી જતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાયા છે.રાજપીપલા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે મોટા ખાડાઓ પડી જતા અકસ્માતની ભીતિ સેવાય રહી છે ત્યારે જવાબદાર તંત્ર કોઈ જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

અંકલેશ્વરમાં વરસેલા અતિભારે વરસાદ બાદ વાહન ચાલકો માટે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. રાજપીપલા ચોકડી તરફ જતા માર્ગ  પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે.મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.ખાસ કરીને રાત્રીના સમયે ગંભીર અકસ્માત સર્જવાનો ભય તોળાઈ રહ્યો છે.રાજપીપલા ચોકડી નજીક પેટ્રોલપંપ સામે મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે.આ વ્યસ્ત માર્ગ  પર ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ખાડાઓના કારણે  વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે ત્યારે જવાબદાર તંત્ર કોઈ જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે ખાડાઓનું  સમારકામ હાથ ધરે તેવી વાહન ચાલકોની માંગ છે.