-
અંકલેશ્વરમાં કરવામાં આવશે ઉજવણી
-
જીઆઇડીસીમાં ઉજવણી કરાશે
-
જન્માષ્ટમીના પર્વની ઉજવણી
-
ભવ્ય શોભાયાત્રા યોજાશે
-
મોટી સંખ્યામાં લોકો જોડાશે
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ સરદાર પટેલ સેવા ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત રથને શણગારવામાં આવી રહ્યો છે.આ યાત્રા જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં ફરે છે અને શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા લેશે.આ યાત્રા દરમિયાન 35 થી વધુ સંસ્થાઓ પણ જોડાઈ છે અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરે છે.
