• અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

  • દીવા રોડની સોસા.માં તસ્કરો ત્રાટકયા

  • મકાનમાં ચોરીનો કર્યો નિષ્ફળ પ્રયાસ

  • તસ્કરોની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ

  • પાડોશી જાગી જતા તસ્કરો ભાગ્યા

અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા જોકે પાડોશીઓ જાગી જતા 3 તસ્કરો બાઈક લઈ ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરમાં દિન પ્રતિદિન તત્કરોનો ત્રાસ વધ્યો છે. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સોસાયટીઓમાં વારંવાર તસ્કરો ત્રાટકે છે ત્યારે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ જલારામ નગરની આગળ આવેલ વાત્સલ્ય સોસાયટીમાં બાઇક સવાર ત્રણ તસ્કરોએ ગણતરીની મિનિટોમાં જ દરવાજો તોડી ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે આ સમય દરમિયાન આવાજ થતા પાડોશી જાગી ગયા હતા જેના પગલે ત્રણેય તસ્કરો બાઇક લઈ ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનુ પગેરું મેળવવા કવાયત શરૂ કરી છે.