-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
નૌગામા ગામની શાળામાં યોજાયો સમરકેમ્પ
-
વિવિધ સ્પર્ધાઓનું કરાયુ આયોજન
-
બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
-
શિક્ષણ વિભાગના આદેશ મુજબ સમર કેમ્પ યોજાયો
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામની પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
આજના સમયમાં સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે ત્યારે અંકલેશ્વરના નૌગામાં ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દરેક સરકારી શાળામાં સમર કેમ્પ સહિતની પ્રવૃત્તિ કરવા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત નૌગામા ગામની શાળામાં સમર કેમ્પ યોજાયો હતો જેમાં શાળાના બાળકોએ ફુગ્ગાદોડ, કોથળાદોડ, લીંબુ ચમચી પીક અપ એન્ડ થ્રો અને સંગીત ખુરશી સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય નિમેશ સોલંકી, ગામના આગેવાન સતીશ વસાવા તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.બાળકો અભ્યાસની સાથે સાથે રમતગમત સહિતની પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે તે હેતુસર આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
