આજે તારીખ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન

અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

પબ્લિક સ્ફુલમાં યોજાયો કાર્યક્રમ

ગુરૂવંદનાનો કાર્યક્રમ યોજાયો

શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરની પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો યોજાયા હતા આજે ૫મી સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..
જેમાં દિવ્ય જ્યોત સંઘ હોસ્પીટલના ઉપપ્રમુખ,નારાયણ બીઝનેસ સ્કુલ અમદાવાદના ડીરેકટર જે.જે.શુકલા અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલા અને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના કરી હતી.આ કાર્યક્રમમાં શિક્ષકોનું શાળાના ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું.