અંકલેશ્વર: કોરોનાનો કહેર વધતા તંત્રએ શરૂ કર્યું માસ્ક ચેકિંગ અભિયાન, બીજી બાજુ સરકારી બાબુઓ જ જોવા મળ્યા માસ્ક વગર !

New Update
અંકલેશ્વર: કોરોનાનો કહેર વધતા તંત્રએ શરૂ કર્યું માસ્ક ચેકિંગ અભિયાન, બીજી બાજુ સરકારી બાબુઓ જ જોવા મળ્યા માસ્ક વગર !

અંકલેશ્વરમાં કોરોનાના વધતાં સંક્રમણના પગલે તંત્ર દ્વારા માસ્ક ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ગાઈડ લાઇનનું પાલન ન કરનાર વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે તો બીજી તરફ નગરપાલિકાના કર્મચારીઓ જ માસ્ક વગર જોવા મળ્યા હતા

ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા માસ્ક ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આધિકારીઓની ટીમે ફરી ચેકિંગ કર્યું હતું અને માસ્ક તેમજ શોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર વેપારીઓ પાસે દંડ વસૂલવામાં આવ્યો હતો. જો કે આ કામગીરી માત્ર સામાન્ય લોકો માટે જ હોય એવું લાગી રહયું હતું. તંત્ર દ્વારા માસ્ક ચેકિંગ કરવામાં આવ્યું હતુ તો બીજી તરફ નગર પાલિકા કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ માસ્ક વગર જ નજરે પડ્યા હતા ત્યારે આ કર્મચારીઓ પાસે દંડ કોણ વસૂલશે એ પ્રશ્ન ચર્ચાય રહ્યો છે  

Latest Stories