New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/20143959/maxresdefault-261.jpg)
અંકલેશ્વર તાલુકા પોલીસે બાકરોલ બ્રિજ નજીક થી સાત જેટલા શંકાસ્પદ મોબાઈલ સાથે બે યુવાનોની ધરપકડ કરી હતી.
અંકલેશ્વર તાલુકા પોલીસના કર્મચારીઓ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાકરોલ બ્રિજ પાસે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન કોસંબા તરફથી યામાહા એફઝેડ મોટરસાયકલ લઈ કોસંબાના તરસાડી ગામના યુસુફ બશીર કાદિર પઠાણ તથા આરીફ યાકુબ શેખ અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા.
જેમને શંકાના આધારે અટકાવી તલાસી લેતા તેમની પાસેથી સાત જેટલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ અંગેની પૂછપરછ કરતાં તેમની પાસેથી કોઈ દસ્તાવેજી પુરાવા મળ્યા ન હતા. જેના પગલે પોલીસે સાત મોબાઈલ અંદાજિત કિંમત રૂપિયા 58000 તથા બાઇક મળી કુલ રૂપિયા 1,58,000 નો મુદ્દામાલ જપ્ત કરી બન્નેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories