-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
યુપીએલ યુનિવર્સિટી દ્વારા આયોજન
-
રેવા ફેસ્ટ કાર્યક્રમ યોજાયો
-
વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાય
-
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી દ્વારા રેવા ફેસ્ટ નામક વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ ‘REVAFEST 2026’ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઓ.એન.જી.સી.ના એસેટ મેનેજર જે.એન.સુકાનંદન, રોટરી ક્લબના ડીસ્ટ્રીકટ ગવર્નર અમરદીપસિંગ બુનેટ,બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર, યુનિવર્સિટીના સાંદ્રા શ્રોફ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.રેવા ફેસ્ટના મુખ્ય આકર્ષણોમાં ડાન્સ ફેસ્ટ, મ્યુઝિક ફેસ્ટ અને ‘સ્ટાર ઓફ SRICT એવોર્ડ’નો સમાવેશ થયો હતો. ઉપરાંત NCCના વિદ્યાર્થી સુઓ અભિષેક રાજભારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમો દ્વારા પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
