-
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
-
આતંકી હુમલામાં મૃતકો શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
-
ત્રણ રસ્તા સર્કલ પર કાર્યક્રમ યોજાયો
-
વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા
-
આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ
અંકલેશ્વર: આતંકી હુમલામાં મૃતક પર્યટકોને વિવિધ સંગઠનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
જમ્મુ કશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત |
અંકલેશ્વરમાં વિવિધ સંગઠનો દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સાથે જ આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી જમ્મુ કશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ સભ્યોએ ભેગા મળી મૃતક પર્યટકોને મીણબત્તી પ્રજવલિત કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતામ સાથે જ પાકિસ્તાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ભારે સૂત્રચાર કરાયા હતા.
કેન્દ્ર સરકાર આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી.સદર વિરોધ પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ સુરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
