• અંકલેશ્વરમાં આવેલી છે શાળા

  • સરસ્વતી વિદ્યામંદિરમાં આયોજન

  • વિદ્યારંભ સંસ્કાર સમારોહ યોજાયો

  • 30 વિદ્યાર્થીઓના સંસ્કાર કરાયા

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરમાં શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. શ્રીમદ ભગવદ ગીતા માં  કહ્યું છે કે વિદ્યા આપણને સારી રીતે  જીવતા શીખવે છે. જીવનના 16 સંસ્કારમાં સૌથી મહત્વનો છે બાળકનો વિદ્યારંભ સંસ્કાર. જેમાં પાંચ વર્ષની ઉંમરના 30 બાળકોના સંસ્કાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પશુપતિનાથ મહાદેવ મંદિરે  ગ્રંથોનું પૂજન કરી પોથી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારબાદ વિદ્યાલયમાં વંદના , ગાયત્રી મંત્ર સાથે યજ્ઞમાં આહુતિ આપી અને સરસ્વતી મંત્રોચ્ચાર સાથે  બાળકોને વાંચન અને લેખન કરાવવામાં આવ્યું.આ કાર્યક્રમમાં ચાણક્ય વિદ્યાલયના પ્રધાનાચાર્ય સુવર્ણ પાટીલ, શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટના ટ્રસ્ટી  છાયા પાટકર, સુવર્ણા દોરિક, શાળાના પ્રધાનાચાર્ય સુનિલ મહાજન તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા