ભરૂચથી દહેજ તરફ જતા હાઈવે પર ભેંસલી ગામ નજીક લક્ઝરી બસ અને ઈકો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માતને પગલે કારમાં સવાર એક વ્યક્તિ આગળની બાજુ ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ પ્રયાસો હાથ ધર્યા હતા. ભેંસલી ગામ નજીક લક્ઝરી બસ અને ઈકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત દરમિયાન કારમાં એક વ્યક્તિ આગળની બાજુ ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે આસપાસના સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.આ અકસ્માતમાં ઈકો કારના ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે અકસ્માત સ્થળે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.જોકે, સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.
ભરૂચ–દહેજ રોડ પર લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારચાલકને ઈજા
