/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/17122127/maxresdefault-107.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શનિવારના રોજ સ્થાનિકો અને વેપારીઓ દ્વારા લોકડાઉનને સમર્થન આપવામાં આવ્યું હતું.
કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક બની છે, ત્યારે હાલ સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ જ આપવામાં આવ્યું છે. જોકે સંક્રમણની ચેન તોડવા ગત વર્ષની જેમ પૂર્ણ લોકડાઉન આપવામાં આવ્યું નથી. જેથી હવે નાગરિકો જ પોતાની જવાબદારીને સમજી સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા ગતરોજ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેર કરવામાં આવી હતી, ત્યારે શનિવારના રોજ જીઆઈડીસી વિસ્તારના રહીશો અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું. જેમાં સરદાર પાર્ક સહિત નોટિફાઇડ એરિયાનો તમામ રહેણાંક વિસ્તાર સજ્જડ બંધ જોવા મળ્યો હતો.