શ્રી શિયાણી ખેતલાજી સંઘ દ્વારા મુંબઈના મલાડથી સમાજમાં નશા મુક્તિનો સંદેશ ફેલાવવા માટે રાજસ્થાનના શિયાણી ખેતલાજી મંદિર સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મુંબઈથી ગત તા.8 માર્ચના રોજ નશા મુક્તિ અંગે જનજાગૃતિના સંદેશ સાથે સાયકલ યાત્રાનો પ્રારંભ થયો હતો.
આ સાયકલ યાત્રા આજ રોજ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .અને ટૂંકા વિરામ બાદ યાત્રા ભરૂચ તરફ રવાના થઇ હતી.આ સાયકલ યાત્રા આગામી તા 22 માર્ચ ના રોજ શિયાણા ખેતલાજી મંદિર ખાતે પહોંચી સમાપન કરવામાં આવશે .યાત્રા દરમિયાન યાત્રાળુઓ દ્વારા લોકોમાં નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
