અંકલેશ્વરના અવાદરગામ ખાતે વિશ્વ યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી કરાઈ

New Update
અંકલેશ્વરના અવાદરગામ ખાતે વિશ્વ યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી કરાઈ

ઈન્સ્ટીટયુટ ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટ અંકલેશ્વર સંસ્થા દ્વારા ‘ કવચ ’ પ્રોજેકટ

અંતર્ગત વિશ્વ યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ નિમિતે અંકલેશ્વરના અવાદરગામ ખાતે

સગર્ભા મહિલાઓને આરોગ્યને લગતી સેવાઓ અંગે જાગૃત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન

કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં IGD સંસ્થાના હેલ્થ વર્કર દ્વ્રારા 2030 સુધીમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત

કરવા તરફ ઝડપથી પ્રગતિ લાવવા અંગે ચર્ચા કરવામાં આવી તથા દેશમાં વસતા તમામ લોકો

અને સમુદાયોને  ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ માટે સમાન અધિકારો મળે અને આરોગ્યને  લગતી તમામ સેવાઓ લોકો જાતે અનુસરતા થાય એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય હતો.

Latest Stories