અરવલ્લી: મોડાસામાં શ્રમિક પરિવારને વીજ કંપનીએ અધધ રૂ.6.32 લાખનું વીજ બિલ ફટકાર્યુ

અરવલ્લી: મોડાસામાં શ્રમિક પરિવારને વીજ કંપનીએ અધધ રૂ.6.32 લાખનું વીજ બિલ ફટકાર્યુ
New Update

અરવલ્લીના મોડાસામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોડાસામાં રહેતા શ્રમિક પરિવારને વીજ કંપનીને રૂપિયા 6.32 લાખનું વીજ બિલ ફટકારતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી

અરવલ્લીના મોડાસામાં વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. હાલ કોરોના કાળમાં વિવિધ નિયંત્રણો વચ્ચે વેપાર રોજગાર બંધ છે ત્યારે વીજ કંપનીએ શ્રમિક પરિવારને અધધ કહી શકાય એટલું રૂપિયા 6.32 લાખનું વીજ બિલ ફટકાર્યુ છે. એલાયન્સ નગરમાં રહેતા સિરાજ શેખને વીજ વિભાગે ઝટકો આપ્યો છે. ઘરમાં એક-એક પંખો અને ટ્યુબલાઈટ સહિતના વીજ ઉપકરણો  હોવા છતાં વીજ કંપનીએ આટલું મોટું બિલ ફટકારતા પરિવારની ચિંતામાં વધારો થયો છે અને આટલું બિલ ભરવું કેમ તેની વિમાસણમાં મુકાયા છે. અગાઉ આ પરિવારનું વીજ બિલ માત્ર 300 થી 400 રૂપિયા આવતું હતું પરંતુ હવે રૂપિયા 6 લાખથી વધુનું બિલ આવતા પરિવાર વીજ કંપની તેની ભૂલ સુધારે અને નવું બિલ આપે એવી પરિવાર માંગ કરી રહયો છે

#Modasa #Arvalli UGVCL #Light Bill #Arvalli Gujarat #Connect Gujarat #Gujarati News #Arvalli
Here are a few more articles:
Read the Next Article