આસામ રાઈફલ્સના જવાનોએ ઉગ્રવાદી સંગઠન નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલિઝમના 3 ઉગ્રવાદીઓને ઠાર કર્યાં છે. મણીપુર આતંકી હુમલાના એક દિવસ બાદ આસામ રાઈફલ્સ તેના સભ્યોની શહાદતનો બદલો લઈ લીધો છે. આસામ રાઈફલ્સ NSCN-KYAના 3 સભ્યોને ઠાર કર્યાં છે.આસામ : કર્નલ ત્રિપાઠીની શહાદતનો બદલો, જવાનોએ 3 ઉગ્રવાદીને ઠાર માર્યા…

મણીપુરમાં લોકલ આતંકીઓનો સફાયો કરવા માટે આસામ રાઈફલ્સ મહા ઓપરેશન શરૂ કરી દીધું છે. કર્નલ ત્રિપાઠી સહિત 7 જવાનોની શહાદતનો બદલો લેવામાં આસામ રાઈફલ્સ પહેલી સફળતા મળી છે. આસામ રાઈફલ્સ અરુણાચલમાં NSCN-KYA 3 સભ્યોને ઠાર કરી દીધા છે. હજુ પણ વધારે આતંકીઓનો ખાતમો થવાની સંભાવના છે. કારણ કે, ત્યાં હજુ ઓપરેશન ચાલુ છે. આસામ રાઇફલ્સ 6 સૈનિકોના જૂથે દક્ષિણ અરુણાચલ પ્રદેશના લોગિંગ વિસ્તારની આસપાસ હુમલો કર્યો હતો. જોકે, આતંકવાદીઓ અને આસામ રાઇફલ વચ્ચે ઘણા કલાકો સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું. જેમાં ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા હતા, ત્યારે ગત શનિવારે આસામ રાઇફલ્સના કાફલા પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં મેજર વિપ્લવ ત્રિપાઠી, તેમની પત્ની, પુત્ર સહિત 7 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ મોટાપાયે ઉગ્રવાદીઓને ઠાર મારવાનું મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.